બાકી એકાંત માણતા શીખી લે કાં તો એકલતા દૂર કરતા શીખી લે,
ખુદના આંસુ જો હવે લૂછી શકે તો લૂછી લે,
બાકી હવે હસતા શીખી લે,
કોઈની સાથે રહી શકે તો રહી લે,
બાકી હવે ખુદની સાથે રહેતા શીખી લે.
કોઈની સાથે વાત કરી શકે તો કરી લે,
બાકી હવે ખુદની સાથે વાત કરતા શીખી લે,
કોઈ રીસાઈ જાય તો એ માને તો મનાવી છે,
બાકી હવે ખુદના મનને મનાવતા શીખી લે,
ટુટ્યું હોય જ્યારે મનોબળ ત્યારે કોઈ સમજીને સંભાળી લે તો ઠીક છે,
બાકી હવે ખુદને સંભાળતા શીખી લે,
કોઈ સમય આપે તો ઠીક છે,
બાકી હવે ખુદને સમય આપતા શીખી લે!
No comments:
Post a Comment