Monday, June 11, 2018

શું ફેર પડે છે !…


સમય ના તાતણા છે આપણી વચ્ચે,
દૂરતા હોય કે નિકટતા, શું ફેર પડે છે !…

ફેલાઇ જવાના છે આ સુરજ ના કિરણો,
ઉગતા હોય કે આથમતા, શું ફેર પડે છે !…

શબદોને ઊચકી  જો ફરવુ હોય તો,
ધોધાટ હોય કે નીરવતા, શું ફેર પડે છે !…

પવન ના સહવાસી છે પંખી ના પર
સ્થિર હોય કે ફરફરતા, શું ફેર પડે છે !…

તારાજ તરફ વધવાના છે મારા કદમ
થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે !…

No comments:

Post a Comment