રસ્તે ક્યાંક મળું તો કેહજો મને.
પ્રશ્નો ઉકેલાતા નથી મારા,
જવાબ જો જડે તમને તો કહેજો મને.
હું શું કરું છું? શું કરવું છે મારે?
મંઝિલ જો મારી મળે તો કહેજો મને.
એક ડગલું આગળ નથી ખસાતું ને
એક ડગલું પાછળ ય નથી ખસાતું,
પથ્થરને પીગળાવે એવું કંઈક જડે તો કહેજો મને.
દેવ છું કે દાનવ છું?
કે છું એક સામાન્ય માણસ?
સાચા ખોટા ના સમીકરણ મળે તો કહેજો મને.
જડતો નથી હું મુજને,
રસ્તે ક્યાંક મળું તો કહેજો મને.
No comments:
Post a Comment